આ ટચૂકડા 'લિવિંગ રોબોટ' વિશે ખાસ જાણો...કેન્સરની સારવાર પણ કરી શકે

અત્યાર સુધી તમે રોબોટને ચા બનાવતા, વાત કરતા અને કોઈ બીજી એક્ટિવિટી કરતા જોયા હશે. પરંતુ એક એવો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે જે કેન્સર સુદ્ધાની સારવાર કરી શકે છે. વૈજ્ઞાનિક તેને જીવતો રોબોટ કે પછી લિવિંગ રોબોટની સંજ્ઞા પણ આપી રહ્યાં છે.

આ ટચૂકડા 'લિવિંગ રોબોટ' વિશે ખાસ જાણો...કેન્સરની સારવાર પણ કરી શકે

અત્યાર સુધી તમે રોબોટને ચા બનાવતા, વાત કરતા અને કોઈ બીજી એક્ટિવિટી કરતા જોયા હશે. પરંતુ એક એવો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે જે કેન્સર સુદ્ધાની સારવાર કરી શકે છે. વૈજ્ઞાનિક તેને જીવતો રોબોટ કે પછી લિવિંગ રોબોટની સંજ્ઞા પણ આપી રહ્યાં છે. આ નવા રોબોટનો ઉપયોગ સમુદ્રથી માઈક્રોપ્લાસ્ટિક્સને હટાવવામાં પણ થઈ શકે છે. 

કૈવી રીતે તૈયાર થયો છે આ રોબોટ
અમેરિકન વૈજ્ઞાનિકોએ આ જીવતા રોબોટને દેડકાના સ્ટેમ સેલથી બનાવ્યો છે. આ સ્પેશિયલ રોબોટનું નામ જેનોબોટ્સ રાખવામાં આવ્યું છે. નવા રોબોટનો આકાર એક મિલિમીટર (0.004 ઈંચ)થી પણ ઓછો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ રોબોટ માનવીના શરીરની અંદર સરળતાથી ચાલી શકે છે. 

આ છે રોબોટની ખાસિયત
નવો જેનોબોટ્સ રોબોટ અનેક અઠવાડિયા સુધી ખાધાપીધા વગર રહી શકે છે. સંશોધકોના જણાવ્યાં મુજબ આ નાના રોબોટનો ઉપયોગ કન્સરની કોશિકાઓને નષ્ટ કરવામાં થઈ શકે છે. આ માઈક્રો રોબોટ સમુદ્રમાંથી માઈક્રોપ્લાસ્ટિકને હટાવવા માટે પણ ઉપયોગમાં લેવાઈ શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે નવા રોબોટને દવા વિતરણ માટે ઉપયોગી બનાવી શકાય છે. તેના નાના આકારના કારણે તેને શરીરની અંદર દવા પહોંચાડવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત જેનોબોટ્સ ભવિષ્યમાં માનવ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુના ક્ષેત્રમાં મહત્વના બની શકે છે. 

આપોઆપ જોડાઈ શકે છે આ રોબોટ
રોબોટ ખુબ જ નાના હોવાના કારણે તેના તૂટવાનું જોખમ હંમેશાથી વૈજ્ઞાનિકોના મગજમાં રહ્યું હતું. આ જ કારણે તેને એક ખાસ ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યાં છે. એટલે કે જો આ રોબોટ માનવીના શરીરમાં તૂટ્યા તો તે થોડા સમય બાદ આપોઆપ જોડાઈ જશે. 

અન્ય રોબોટ કરતા એકદમ અલગ
તમને એ જાણીને નવાઈ લાગશે કે આ રોબોટ માથા અને પગ વગરના છે. આપણે જ્યારે પણ રોબોટ વિશે વિચારીએ તો આપણી સામે માણસ જેવું દેખાતું એક મશીન તરવરી આવે છે. પણ અહીં તમને જણાવીએ કે આ નાનો રોબોટ માથા અને હાથ વગરનો છે. એટલે કે હાલ જે રોબોટ છે તેનાથી બિલકુલ અલગ. જેનોબોટ્સ ગુલાબી માસના નાના ટુકડા જેવા દેખાય છે. શોધકર્તાઓના જણાવ્યાં મુજબ તે બાયોલોજિકલ મશીન છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news